કચ્છના માંડવીમાં માથાભારે શખ્સો દ્વારા જમીન સંદર્ભે પોલીસ ફરીયાદ તેમજ કલેક્ટર સમક્ષ આવેદનઆપી રજુઆત કરવામાં આવી છે. માંડવીના મોટી ભાડઈ ખાતે જમીન ભાડે રાખી તે જમીનને અન્ય વ્યક્તિઓએ ઉખેડી નાખી હુમલાની ધમકી આપી હોવાની ફરીયાદ કેશવજીભાઈ દ્વારા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, માંડવી તાલુકાના મોટી ભાડઇ ગામે આવેલા સર્વે નંબર 278ની જમીન બાબતે હાલ દેવપર ગઢ ખાતે રહેતા કેશવજી ઢોરીયાએ કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી છે કે તેના કબજા ભોગવટાવાળી જમીનમાં મહેન્દ્રા કલ્યાણજી છાભૈયા અને અબજી કરમશીએ ટ્રેક્ટર મુકી જમીનને ખેડી નાંખી છે. આ જમીન સરકારની રેવન્યુ રેકર્ડમાં દેવલબાઈ કરસન ધોરીયા અને કેશવજીના નામે ચાલે છે. કેશવજીના જણાવ્યા મુજબ, આ જમીન મારા બાપ દાદાએ મને આપી હતી અને મારા કબજામાં છે તેમ છતાં સામેવાળાએ આ જમીન ખેડી નાખી છે અને મને ધાકધમકી આપી હુમલો કરવાની ધમકી આપી છે. જેથી આ અંગે પોલીસ સ્ટેશનમાં અમે ફરીયાદ દાખલ કરાવી છે.