પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં તાજેતરમાં ધવલ પટેલ નામના પત્રકાર ઉપર થયેલો રાજદ્રોહનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે, જેને લઈને નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. લોકશાહીની ચોથી જાગીર એવા મીડિયાકર્મી ઉપર થયેલા કેસની ઘટનાને સમગ્ર પત્રકાર આલમ દ્વારા સખ્ત શબ્દોમાં વખોડવામાં આવી છે.
ત્યારે હાલમાં કોરોના વાયરસ જેવી ગંભીર સ્થિતિમાં પોતાના જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે. મીડિયાકર્મીઓ દ્વારા ખૂણેખૂણાના સમાચાર જાણવા મળી રહ્યા છે અને લોકોને પળેપળની સચોટ માહિતી આપી જનજાગૃતિનું કામ કરી રહ્યા છે.
ત્યારે આવા સમયે સરકાર પોતાની નિષ્ફ્ળતા છુપાવવા દેશની ચોથી જાગીર સામે કાર્યવાહી કરે એ કેટલા અંશે વ્યાજબી કહેવાય અને આ પત્રકારને ન્યાય મળે તેવી રાધનપુર મીડિયા મિત્રો દ્વારા રાધનપુર નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. હાલ નાયબ કલેકટર દ્વારા આ રજૂઆત પર શું પગલા લેવામાં આવશે તે હવે જોવું રહ્યું?