દુબઈથી 191 યાત્રીકોને લઈને આવી રહેલ એર ઈન્ડિયાનું વિમાન કેરળના કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ (કારીપુર એરપોર્ટ) પાસે દુર્ઘટનાગ્રસ્ત થતા ખળભળાટ મચ્યો છે.
મળતી માહિતી મુજબ, કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન રનવે પર લપસી ગયું. જેના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. રનવે પર વિમાનના લપસી જવાથી વિમાન ક્રેશ થયા બાદ એર ઇન્ડિયાના A737 બોઇંગ વિમાનના બે ટુકડા થઇ ગયા છે. વિમાન દુબઇથી આવતું હતું, આ દુર્ઘટનામાં પાયલટ સહિત 16 લોકોના મોત થયા છે. જ્યારે 138 લોકો ઘાયલ થયા છે. વિમાનમાં કુલ 191 યાત્રી હતા જેમાંથી 174 યાત્રી, 10 નવજાત, બે પાયલટ અને 5 ક્રૂ મેમ્બર હતા.
https://twitter.com/GaneshJaiHind/status/1291763330101567489?s=20
મળતી માહિતી અનુસારત એર ઈન્ડિયાનું IX1344 વિમાને દુબઈથી સાંજે 4 કલાક 45 મિનિટે ઉડાણ ભરી હતી. સાંજે 7 કલાક 41 મિનિટે લેન્ડિગ સમયે વિમાન રનવે પર ઢસળાયા બાદ ખીણમાં જઈને દુર્ઘટનાગ્રસ્ત થયુ હતું. 191 મુસાફરો પૈકી અનેક મુસાફર ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે હજી સુધી આ દુર્ઘટનામાં 16 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે.