અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરનાજંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારેવધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી જિલ્લાના જાફરાબાદના નાગેશ્રી પંથકનો ડાલામથ્થા સિંહનો વીડિયો હાલ વાયરલ થયો છે. એકના વગરના બે ડાલામથ્થા સિંહો સામે આવી ગયા હતા.
એક સિંહસામો મળી જાય તો હાજા ગગડી જાય આ તો બે બે સિંહનો ભેટો થઈ ગયો હતો. નાગેશ્રીના રેવેન્યુ પંથકના ગાડા કેડા માર્ગમાં બેસિંહો સામાં આવી ગયા હતા. ગાડા કેડા વાળા માર્ગમાં વાહન ચાલક સામે બે ડાલામથ્થા સિંહો આવી ગયા હતા. વાહન સામુંહોવા છતાં સિંહ પોતાની છટામાં વાહન પાસેથી પસાર થયો હતો. વાહન ચાલકે સિંહ સાવ બાજુ માંથી પસાર થતો વીડિયો મોબાઈલ કેમરામાં કેદ કર્યો હતો. વાહનની બાજુ માંથી સિંહ પસાર થતો વીડિયો સોશિયલ મીડિયામા વાયરલ થયો છે.