રાજ્ય ભરના તાલુકાઓમાં ફરજ બજાવતા વી.સી.ઇ.કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે. ગત 11 તારીખથીરાજયના વી.સી.ઇ.કર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઈ વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે અમરેલીજિલ્લાના ધારી તાલુકા પંચાયતના વી.સી.ઇ.કર્મીઓ હડતાલ પર ઉતર્યા હતા. વિવિધ માંગણીઓ સંદર્ભે વી.સી.ઇ. કર્મીઓહડતાલ પર ઉતર્યા હતા. તાલુકા પંચાયત કચેરી બહાર કર્મીઓએ ધરણા યોજયા હતા.
તાલુકા વિકાસ અધિકારીનેઆવેદનપત્ર પાઠવી સરકાર સમક્ષ માંગ દોહરાવી હતી. ત્યારે આમ આદમી પાર્ટી પણ વી.સી.ઇ.કર્મીઓને સહકારમાંજોડાઈ હતી. 16 વર્ષથી શોષણ થતું હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. 11 તારીખથી આંદોલન કરતા કોમ્પ્યુટર ઓપરેટર સહિતના કર્મીઓ પ્લે કાર્ડ દર્શાવી વિરોધ નોંધાવ્યો હતો.