અમરેલીના સાજીયાવાદર ગામને દીપડાઓએ પોતાનું નવું રહેઠાણ બનાવ્યું છે. ગામના રહેણાંક મકાનમાં દીપડાનાઆટાફેરાથી આજુબાજુના રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પડતર અને રહેણાંક મકાનમાં દીપડાએ રહેઠાણબનાવ્યું છે. દિવસ દરમ્યાન દીપડાના રહેણાંક મકાનમાં આટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. સાજીયાવાદર ગામમા છેલ્લા એક માસથી 3 થી 4 દીપડાના આટાફેરા માર્યા હોવાનું સામે સામે આવ્યું છે.
લીલીયા વન વિભાગ દ્વારા એકઅઠવાડિયામાં 2 દીપડાને પાંજરે પૂર્યા છે. ગામજનો દ્વારા હજુ સાજીયાવાદરમાં 2 દીપડાઓ હોવાનું કહેવામાં આવી રહ્યું
છે. મોડી રાત સુધી શેત્રુજી વન વિભાગનો સ્ટાફ દીપડાને પકડવા કામે લાગ્યો છે. વન વિભાગ દ્વારા અન્ય 2 દીપડાને પકડવા2 પાંજરા મુકવામાં આવ્યા છે. સાજીયાવદરના પડતર રહેણાંક મકાનને દીપડાએ રહેઠાણ બનવતા ત્વરિત વનવિભાગદીપડાઓને પકડી પાડે તેવી માંગ કરવા,આ આવી રહી છે. શેત્રુજી ડિવિઝનમાં ડી.એફ.ઓ.એ દીપડાઓએ રહેઠાણ બનાવ્યું હોવાની પુષ્ટી આપી છે. હાલ દીપડો દોડાદોડી કરતો વીડિયો વાયરલ થયો છે.