અમરેલીના બગસરાના હુલરીયા ગામે ખેતરનું ભાગીયું ન મળતા તેનું મનદુઃખ રાખી ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી રુપિયા 1 લાખ 10 હજારનું નુકસાન કરનાર આરોપીને ઝડપી પાડયો. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ દ્વારા મીલકત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓને શોધી કાઢવા ખાસ જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ડી.વાય.એસ.પી જે.પી.ભંડારી સાહેબના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશનના પી.આઇ. એ. એમ.દેસાઇ સાહેબ સહિત ટીમ દ્વારા બગસરા તાલુકાના હુલરીયા ગામે ફરીયાદીની વાડીએ કોઇ અજાણ્યા ઇસમે આર્થીક નુકશાન કરવાના ઇરાદે ગેરકાયદેસર પ્રવેશ કરી ફરીયાદીની વાડીએ રુપિયા 1 લાખ 10 હજારનું નુકસાન કર્યુ હોય ત્યારે નુકસાન કરનાર રમેશભાઈ રણછોડભાઈ શિંગાળાને ખેતરનું ભાગીયું ન મળ્યું હોય જેનુ મનદુઃખ રાખીને માલિકના ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કર રુપિયા 1 લાખ 10 હજારનું આર્થિક નુકસાન કરેલ હોય જેથી પોલીસે દ્વારા ગણતરીની કલાકોમાં આરોપીને જેતપુર તાલુકાના વાડાસડા ગામેથી ઝડપી પાડેલ હોવાનું જાણવા મળ્યું
- Advertisement -
Latest News
- Advertisement -