અમરેલી જિલ્લાનાજાફરાબાદ તાલુકાના ટીંબીથી નિંગાળા સુધી બનતા રોડમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ. ઘણાવર્ષો પછી અનેક લોકોની રજૂઆતો પછી ટીંબી થી નિંગાળા રોડ બની રહ્યો છે. રાજ્યમાં ભ્રષ્ટાચારનોભોગ બનેલા એક એવાં રસ્તાની અહીં વાત કરીશું કે જે ભ્રષ્ટાચારનો ભોગ બન્યો છે. સરકારના નિતિનિયમો નો ઉલાળીયો કરી કોન્ટ્રાક્ટર દ્વારા ૧૮ વર્ષ થી નીચે ના બાળ મજૂરો પાસે પણ કામ કરવામાં આવતુ હોય તેવા દ્રશ્યોપણ જોવા મળી રહ્યા છે ત્યારે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી માટે એક વાર આ રસ્તો જોવા આવે તેવી લોકોનીમાંગ ચાલુ કામ પર મેજરમેન્ટ બુક પણ રાખવામાં આવતી નથી ડ્રાઈવરને પૂછવામાં આવતા ગેટ પાસ પણ હોતો નથી. રાજ્યનામાર્ગ અને મકાન વિભાગના મંત્રી માટે એક વાર આ રસ્તો જોવા આવે તેવી લોકોની માંગ રસ્તાના કામમાં નરી વેઠ ઉતારવામાં આવતી હોવાની હાલ લોકમુખે સાંભળવા મળી રહ્યું છે લોકો દ્વારા એવું માનવામાં આવી રહ્યું છે કે આ રસ્તાના કામ માં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.
રોડ તો લોટ પાણીને લાકડા જેવો બની જાય છે અને થોડા જ સમયમાં રોડ જઆખો ગાયબ થઈ જતો જોવા મળે છે આ રસ્તો જાણે કોન્ટ્રાક્ટર અને તેના મળતીયાઓ માટે નોટ છાપવાનું મશીન બનીને રહીજાય છે જ્યારે પ્રજામાં ખૂબ જ બિસ્માર રોડ ના કારણે પેટ્રોલ-ડીઝલનો વ્યવ ખાડા ખાબોચિયાને રસ્તાના કારણે વાહન અને નુકસાન સહિત અસંખ્ય લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે કોન્ટ્રાક્ટ મોટી રાજકીય વગ ધરાવતા હોય અને સરકારના જવાબદાર અધિકારીઓની પણ મીલીભગત હોય આ બાબતે આજુબાજુ વિસ્તારના સરપંચ તેમજ વિવિધ અગ્રણીઓ પણ બનીરહેલા રોડ ના કામ માં થતો ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે આ બાબતની અનેક ફરિયાદો ઉઠવા પામી છે પરંતુ આજવાબદાર તંત્ર ના બહેરા કાને અથડાઇ અને આંખે કાળી પટ્ટી ધારણ કરી લેવામાં આવી હોય તેવા ઘાટ સર્જાયા હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે.