અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા ઉપસ્થિતિ રહ્યા હતા. અમરેલી જિલ્લાના બગસરા શહેરના અમરેલી બાઇપાસરોડ થી પોલીસ સ્ટેશન રોડ સુધી આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા તેમજ આપ નેતા પ્રવીણ રામની ઉપસ્થિતિમા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્ધારા ભવ્ય રેલીનું પ્રસ્થાન કરાયુ છે
ત્યારે આ રેલી કૂકાવાવ નાકા તેમજ નગરપાલિકા રોડ ગોકુલપરા સહિત વિવિધ વિસ્તારમા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વિચારધારા લોકો પહોંચે તેવા અર્થે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ