અમરેલી જિલ્લાના જંગલ વિસ્તારમાં જંગલના રાજા એવા સિંહ વસવાટ કરે છે. સમગ્ર ભારતમાં ફક્ત ગીરનાજંગલમાં જ જોવા મળે છે. ત્યારે અમરેલી જિલ્લામાં સિંહના વિડીયો અવાર નવાર વાયરલ થતાં હોય છે. ત્યારેવધુ એક વખત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અમરેલી પંથકના લીલીયાના બૃહદ ગીર વિસ્તારન 5 સિંહનો વીડિયો સામે આવ્યો છે. કાળઝાળ ઉનાળાના બળબળતા બપોરે 5 સિંહોએ રસ્તો ક્રોસ કર્યો હતો.
લીલીયાથી ક્રાકચજવાના માર્ગ પર ભર બપોરે પાંચ સિંહો નીકળ્યા હતા. દિવસ દરમ્યાન શિકાર કરીને પાણી પીવા રસ્તો ક્રોસ કરતા સાવજો. 5સિંહો રસ્તો ક્રોસ કરતા બન્ને સાઈડ વાહન ચાલકોએ વાહનો થંભાવી દીધા હતા. શિસ્તબ્ધ રીતે લાઈનસરમાં 5 સિંહોનોઅદભુત વીડિયો વાયરલ થયો છે. સિંહોની સલામતી માટે વાહનચાલકો પણ કાળજી લેતા કેમેરામાં કેદ થયા છે. આગવી અદા માં રસ્તો ક્રોસ કરતા સિંહોનો વીડિયો વાયરલ થયો છે.