બચ્ચન અને મુખર્જી પરિવાર દુર્ગાષ્ટમીના દિવસે દુર્ગા પંડાલમાં દર્શન અને પૂજા કરવા પહોંચ્યા હતાં. અમિતાભ બચ્ચન પોતાની પત્ની જયા બચ્ચનની સાથે નોર્થ બોમ્બેમાં લાગેલા સર્બોજનીન દુર્ગા પૂજા પંડાલ દર્શન માટે પહોંચ્યા હતાં. આ દરમિયાન કાજોલ અને મુખર્જી પરિવારના અન્ય સભ્ય પણ જોવા મળ્યા હતાં.જયા બચ્ચને આ પ્રસંગે સફેદ રંગની લાલ અને પિંક બોર્ડરવાળી સાડી પહેલી હતી. તેણે ગજરો લગાવ્યો હતો.અમિતાભ બચ્ચન સફેદ કલરનો કુર્તો પાયજામો પહેર્યો હતો. જેના પર તેણે ક્રીમ કલરની શાલ ઓઢી હતી.પૂજા દરમિયાન હાજર રહ્યું કપલઆ દિગ્ગજ કપલ જ્યાં સુધી પૂજા પૂરી ન થઈ ત્યાં સુધી પંડાલમાં રહ્યું હતું. સર્બોજનીન દુર્ગા પૂજા પંડાલમાં દર્શન માટે કાજોલ પોતાના દીકરા યુગ સાથે પહોંચી હતી. મુખર્જી પરિવારના અન્ય સભ્યો પણ દુર્ગા પૂજામાં જોવા મળ્યા હતા કાજોલ કઝિન અયાન મુખર્જી અને ફેમિલીના અન્ય સભ્યો સાથે જોવા મળી હતી. પૂજા દરમિયાન કાજોલે પોતાના સોશિયલ મીડિયા પર તસવીરો શૅર કરી હતી. જેમાં રાની મુખર્જી, બહેન તનીષા અને મા તનુજા પણ જોવા મળી રહી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -