વિધાનસભાની ચૂંટણીનું મતદાન બે તબક્કામાં યોજાયું હતું. જેમાં આણંદ જિલ્લાનું મતદાન બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે યોજાયું હતું. આણંદ જિલ્લાની ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા બેઠકના કુલ 69 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ચૂક્યું છે. જે તમામના ભાવિનો આજે ફેંસલો થશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. બપોર સુધીમાં તમામ બેઠકો પર હારજીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
મતગણતરી અપડેટ
આંકલાવમાં રિકાઉન્ટીગમાં પણ કોંગ્રેસના અમિત ચાવડાની 2464 મતોથી જીત
ખંભાત બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલનો 3711 મતથી વિજય
આંકલાવ બેઠક પર અમિત ચાવડાની જીત, ભાજપે રિકાઉંટિંગ માગતા હાલ રિકાઉંટિંગ ચાલુ
આણંદમાં 39816 મતે ભાજપ આગળ
ઉમરેઠમાં 25179 મતે ભાજપ આગળ
સોજીત્રામાં 21613 મતે ભાજપ આગળ
બોરસદમાં 11361 મતે ભાજપ આગળ
ખંભાતમાં 5726 મતે કોંગ્રેસ આગળ
આંકલાવ બેઠક પર કોંગ્રેસના અમિત ચાવડાની 2464 મતે જીત
ખંભાત બેઠક પર 16 રાઉન્ડના અંતે કોંગ્રેસ 5726 મતથી આગળ
બોરસદ બેઠક પર 18 રાઉન્ડના અંતે ભાજપ 11411 મતથી આગળ
ખંભાત બેઠક પર 15 રાઉન્ડના અંતે કોંગ્રેસ 5320 મતથી આગળ
બોરસદ બેઠક પર 18માં રાઉન્ડના અંતે ભાજપ 11 હજારથી વધુ મતથી આગળ
જિલ્લામાં સરેરાશ 68.42 ટકા મતદાન થયું હતું
આણંદ જિલ્લામાં કુલ 17 લાખ 66 હજાર 177 મતદારો નોંધાયા હતા. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 12 લાખ 08 હજાર 347 મતદારોએ મતદાન કર્યું હતું. જિલ્લાની 7 બેઠક પર સરેરાશ 68.42 ટકા મતદાન નોંધાયું હતું. વર્ષ 2017માં આ ટકાવારી 71.82 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 3 ટકા જેટલો ઘટાડો થયો છે.