કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી દળો મણિપુર હિંસા મુદ્દે કેન્દ્ર સરકાર વિરુદ્ધ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહ્યા છે. દરમિયાન આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિ મેદાન ખાતે હવન-પૂજા કરી હતી. ITPO કોમ્પેક્સનું આજે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. તેને G20 બેઠકો માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. આજે સાંજે એક ભવ્ય કાર્યક્રમ દરમિયાન તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.
ઉદઘાટન સમારોહ સવારે 10 વાગ્યે વડાપ્રધાન મોદીના હવન પૂજન સાથે શરૂ થયો હતો. આ પછી, નિર્માણ કાર્યમાં રોકાયેલા મજૂરોનું સન્માન કરવામાં આવશે. આજે સાંજે ખુદ PM મોદી સાંજે 6:30 વાગ્યે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ માટે ITPO આવશે. અહીં તે G20 સ્ટેમ્પ અને સિક્કા બહાર પાડશે. તેમજ તેમનું ભાષણ સાંજે 7.05 કલાકે થશે.
તમને જણાવી દઈએ કે વિપક્ષ મણિપુર મુદ્દે સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની સતત માંગ કરી રહ્યું છે. મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે સરકાર સંસદમાં દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.
તમને જણાવી દઈએ કે સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના વિરોધના કારણે કામકાજ ઠપ થઈ ગયું છે. ગઈકાલે લોકસભામાં ભારે હોબાળો વચ્ચે બે બિલ પસાર કરવામાં આવ્યા હતા. રાજ્યસભામાં મડાગાંઠની સ્થિતિ છે.