ફાગણસુદ પૂર્ણિમા એટલે કે હોળી-ધુળેટીના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જોકે આ વખતે કોરોનાના સંક્રમણને લઈ રાજ્ય સરકારે જ્યાં એકબાજુ હોળી પર્વ પર મર્યાદીત સંખ્યામાં લોકોએ હાજર રહી હોળીકાદહનની છૂટ આપી છે તો બીજીબાજુ ધૂળેટી પર્વની ઉજવણી જાહેરમાં યોજવા પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે અંબાજી મંદિરમાં પણ આ વખતે ધૂળેટીની ઉજવણી કરવામાં નહીં આવે. હોળીના દિવસે અંબાજી મંદિરમાં સાંયકાળ આરતી પછી હોલિકા દહન કરવામાં આવશે.
પરંતુ ધુળેટીના દિવસે અંબાજી મંદિરમાં ફૂલો દ્વારારમાતી ફૂલડોલ હોળી રાજ્ય સરકારની ગાઇડલાઇન પ્રમાણે આ વર્ષે મુલતવી રાખવામાં આવી છે. જોકે હોળી પર્વ કોરોના મહામારીનાં કારણે શ્રદ્ધાળુઓને કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે મંદિરમાં પ્રવેશ મળશે.