બેંગ્લોર, 27 મે, 2020 – Amazon.in એ આજે જાહેર કર્યું છે કે તે ભારતમાં તેના સેલર્સને કોવિડ-19 હેલ્થ ઇન્સ્યોરન્સ સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ ઇન્સ્યોરન્સ રૂ. 50,000 સુધીના કોવિડ-19 હોસ્પિટલાઇઝેશન અને સારવાર તેમજ એમ્બ્યુલન્સ આસિસ્ટન્સ અને આઇસીયુ ચાર્જીસને કવર કરવામાં મદદરૂપ બનશે અને તે એક્ટિવેશન બાદ એક વર્ષ સુધી માન્ય રહેશે. આ હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ એમેઝોન ચૂકવશે તેમજ પોલીસી ડિલિવરી, ક્લેમ અને રિમ્બર્સમેન્ટના સંચાલન માટે એકો જનરલ ઇન્સ્યોરન્સ (એકો) સાથે ભાગીદારી કરવામાં આવી છે. તેનાથી Amazon.in ઉપર જાન્યુઆરી 2019 અને 26 મે 2020 વચ્ચે એક્ટિવ પ્રોડક્ટ લિસ્ટિંગ ધરાવતા લાખો એમેઝોન સેલર્સને લાભ થશે.
એમેઝોન ઇન્ડિયાના સેલર સર્વિસિસના વીપી ગોપાલ પિલ્લઇએ જણાવ્યું હતું કે, “આપણે અભુતપૂર્વ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે કે જેના કારણે વિશ્વભરમાં લાખો લોકોના જીવનને અસર થઇ છે. મૂશ્કેલીના આ સમયમાં અમારા સેલર્સનું આરોગ્ય અને સલામતી અમારા માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે અને અમે તેમને સહયોગ કરવા સંપૂર્ણપણે કટીબદ્ધ છીએ.
Amazon.in ઉપર હોમ ડેકોર ચીજોનું વેચાણ કરતાં ગુનજિત સિંઘે જણાવ્યું હતું કે, “મને જાણીને ખુશી થાય છે કે એમેઝોન અમારા જેવાં સેલર્સને કોવિડ-19 હેલ્થ ઇન્સ્યોરન્સ આપી રહ્યું છે. આ બિમારી નથી, પરંતુ લોકો સારવારના ખર્ચની ચિંતા કરે છે. આપણે સલામતી અને સાવચેતી રાખી રહ્યાં છે ત્યારે ઇન્સ્યોરન્સ કવર મનમાં સુરક્ષા અને શાંતિની ભાવના પેદા કરે છે. દરેક વ્યક્તિ માટે આ પડકારજનક સમય છે ત્યારે બિઝનેસ કરવા સાથે સારું આરોગ્ય હોવું અત્યંત મહત્વપૂર્ણ છે.”
ઇન્સ્યોરન્સ પોલીસી માટે સેલર્સ કેવી રીતે નોંધણી કરાવી શકે?
એમેઝોન 7 દિવસ માટે નોંધણી વિન્ડો ખોલશે, જ્યાં સેલર્સ વ્યક્તિગત માહિતી અને કેવાયસી દસ્તાવેજો ઉપલબ્ધ કરાવીને નોંધણી કરાવી શકશે. નોંધણી માટે મેડિકલ ટેસ્ટની જરૂર રહેશે નહીં. દરેક સેલર એકાઉન્ટમાં ઇન્સ્યોરન્સ પોલીસી હેઠળ માત્ર એક વ્યક્તિને કવર મળશે. એકવાર જરૂરી વિગતોની પ્રોસેસર થયાં બાદ એકો દ્વારા સેલર્સને યુનિક હેલ્થ આઇડેન્ટિફિકેશન (યુએચઆઇડી) નંબર ઇશ્યૂ કરવામાં આવશે, જેનો ઉપયોગ ક્લેમ અને રિમ્બર્સમેન્ટ ફાઇલ કરવા માટે થઇ શકશે. કોવિડ-19 સંબંધિત હોસ્પિટલાઇઝેશન અને સારવારના ખર્ચને ક્લેમ કરવા રજીસ્ટર્ડર સેલર્સે એકોને જાણ કરવાની રહેશે. ઇન્સ્યોરન્સ પોલીસી શરૂ થયા બાદ 15 દિવસનો સ્ટાન્ડર્ડ વેઇટિંગ પિરિયડ લાગુ પડશે.