ઈ-કોમર્સ કંપની એમેઝોન એલેક્સામાં ઇનોવેશન કરતી રહેતી હોય છે. કંપનીએ એલેકસા બેઝ્ડ નવા 2 ડિવાઇસ ‘ઇકો લૂપ’ અને ‘ઇકો ફ્રેમ’ લોન્ચ કર્યા છે. ઇકો ફ્રેમમાં યુઝર તેનો ઉપયોગ નંબરના ચશ્માની જેમ કરીને પોતાની જરૂરિયાત મુજબ લેન્સ લગાડી શકે છે. તેની કિંમત 12,700 રૂપિયા છે. આ ડિવાઈસનું વેચાણ 16 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. ઈ-કોમર્સ સાઈટ એમેઝોન પર તેનું એડવાન્સ બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે.ઇકો ફ્રેમનો ઉપયોગ હાથ લગાવ્યા વગર પણ કરી શકાય છે. ઇકો ફ્રેમને ચશ્માંની જેમ જ ને પહેરીને એલેકસાની મદદથી ફોન કોલ પણ કરી શકાય છે. આ સિવાય રિમાઈન્ડર સેટ અને સ્માર્ટ હોમ ડિવાઇસ કન્ટ્રોલ કરી શકાય છે. ઇકો ફ્રેમમાં VIP ફિલ્ટર લગાવવામા આવ્યા છે. તેની મદદથી માત્ર યુઝરને જ ફોનના નોટિફિકેશનનો અવાજ સંભળાય છે. તે આજુબાજુના અન્ય અવાજને પણ ફિલ્ટર કરે છે.આ ફ્રેમમાં કોઈ ડિસ્પ્લે કે કેમેરા આપવામાં આવ્યો નથી, જેથી લાઈટવેટ ફ્રેમને દિવસભર પહેરી શકાય છે.આ ફ્રેમમાં 4 માઈક્રો સ્પીકર લગાવવામાં આવ્યા છે. આ સ્પીકર્સમાં ઓપન-ઈયર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીના ઉપયોગથી સ્પીકર્સનો અવાજ સીધો કાનમાં જ પહોંચે છે અને યુઝર સિવાય આસપાસના લોકોને તેનો અવાજ સંભળાતો નથી.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -