દેશમાં રવિવારે કોરોના સંક્રમણના આંકડાએ થોડા રાહતના સમાચાર આપ્યા છે. શનિવારની તુલનામાં 341 ઓછા નવા કેસો નોંધાયા છે. જોકે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 75 લાખની નજીક પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં 61,871 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે.
આ સાથે દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 74,94,552 થઈ ગઈ છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે છેલ્લા 24 કલાકમાં 1033 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. 24 કલાકમાં થયેલા મોતના આંકડા સાથે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 114031 પર પહોંચ્યો છે. તો ભારતમાં કોવિડ-19ની મહામારી સામે લડીને 65 લાખ 97 હજાર 210 લોકો અત્યાર સુધી સાજા પણ થઇ ચૂક્યા છે.
ભારતમાં હાલ 7,83,311 એક્ટિવ કેસો હોવાની વિગત સામે આવી છે. મહત્વનું છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 17 ઓક્ટોબર સુધીમાં ભારતમાં કુલ 9,42,24,190 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જે પૈકી શનિવારના રોજ 9,70,173 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.