જ્યારે કોરોના વાયરસથી લોકોને ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે, ત્યારે આ રોગચાળા દરમિયાન લગ્ન સમારોહનું આયોજન કરવું કોઈ પડકારથી ઓછું નથી. સંક્રમણ ફેલાવાના ડરથી સબંધીઓ લગ્નમાં જવાનું પણ ટાળી રહ્યા છે. આવી સ્થિતિમાં, રાજસ્થાનના બરાનમાં કેલવારા કોવિડ સેન્ટરમાં એક દંપતીએ પીપીઈ (પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ) કીટમાં લગ્ન કર્યા હતા.
આ પાછળનું કારણ એ હતું કે લગ્નના દિવસે જ કન્યા કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યુ હતું. આ અનોખા લગ્નને રેકોર્ડ પણ કરવામાં આવ્યો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ, રાજસ્થાનમાં લગ્નના દિવસે જ દુલ્હનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. છતાંય કપલે પીપીઈ કીટ પહેરીને લગ્નના બંધનમાં બંધાયા હતા. મીડિયા રિપોર્ટ મુજબ રાજસ્થાનમાં બારાના કેલવાડા કોવિડ સેન્ટરમાં એક કપલે પીપીઈ કીટ પહેરીને લગ્ન કર્યા હતા. એ એટલા માટે કારણ કે, લગ્નના દિવસે જ દુલ્હનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે, વર અને વધૂએ પીપીઈ કીટ પહેરી છે અને બનેના ગળામાં ફૂલહાર જોવા મળી રહ્યા છે. લગ્ન કરાવતા બ્રાહ્મણ મંત્રોચ્ચાર કરતા સંભળાઈ રહ્યા છે. સરકારના પ્રોટોકોલ્સ મુજબ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
#WATCH Rajasthan: A couple gets married at Kelwara Covid Centre in Bara, Shahbad wearing PPE kits as bride's #COVID19 report came positive on the wedding day.
The marriage ceremony was conducted following the govt's Covid protocols. pic.twitter.com/6cSPrJzWjR
— ANI (@ANI) December 6, 2020