ઝી ટીવીના પ્રસિદ્ધ ગાયકી આધારીત રિયાલિટી શો, સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સએ તેના સુંદર સ્પર્ધકો દ્વારા આપવામાં આવેલા આશ્ચર્યજનક પર્ફોર્મન્સથી દરેકના દિલ જીતી લીધા છે. શિક્ષકદિનના એક સપ્તાહની લાંબી ઉજવણી બાદ, આ સપ્તાહે પ્રસિદ્ધ રિયાલિટી શો તૈયાર છે, અજાણી હિરો તથા આપણી સાથે જીવતી આપણી માતાઓની ઉજવણી માટે. લિટલ ચેમ્પ્સ આ સમગ્ર વિશ્વમાં રહેલી દરેક માતાને સમર્પિત કરતા ગીત પર પર્ફોર્મન્સ કરશે, કારણકે માતાઓ માટેની ઉજવણી માટે કોઈ ખાસ દિવસ નથી હોતો!
જ્યારે દરેકે દરેક સ્પર્ધક પર્ફોર્મન્સએ જજ અને જ્યુરીના સભ્યના દિલના તાર ઝણઝણાવ્યા, ત્યારે રાનિતા બેનર્જીના પર્ફોર્મન્સે બે જજને અત્યંત ભાવુક કરી દીધા અને તે અવાક થઈ ગયા. જ્યારે તેને અત્યંત સુમધુર ગીત ‘તુ કિતની અચ્છી હૈં’ ગાયું ત્યારે જજ હિમેશ રેશમિયા રડી પડ્યા અને અલ્કા યાજ્ઞિકને તેની સ્વર્ગિય માતાની યાદ આવી ગઈ. જો કે, તેમને પ્રોત્સાહિત કરવા માટે મેકર્સે અલ્કાની દિકરી તથા હિમેશની માતાનો સંદેશો શરૂ કર્યો જેનાથી આ જોડીના આંખમાં આંસુની સાથે થોડું સ્મિત આવ્યું.
તેની માતા અંગે જણાવતા, જજ અલ્કા યાજ્ઞિક જણાવે છે, “મેં મારી માતાને ગુમાવ્યા તેને એક વર્ષ પણ નથી થયું અને આગામી ઓક્ટોબરમાં એક વર્ષ પુરું થશે. સમય ક્યારેય ઉપચારક નથી, તેમના મૃત્યુથી જીવન વધુ દુઃખદ બની ગયું છે. જ્યારે મારી માતા હતી, હું હંમેશા વિચારતી હતી કે, હું મજબુત છું અને બહું ઓછી તૂટતી હતી. પરંતુ હવે, મને નાની-નાની બાબતે રડવું આવી જાય છે. અચાનક જ, હું ભાવનાત્મક રીતે નબળી પડી ગઈ છું. મારી અંદર એક મોટો ખાલિપો સર્જાયો છે. જ્યારે માતા-પિતા આસપાસ નથી હોતા ત્યારે એવું લાગે છે કે, આપણી સાથે કોઈ નથી, આપણા માટે કોઈ છત નથી. દરેક ઉત્સાહ જતો રહે છે અને બધું જ ધૂંધળું લાગે છે. જો કે, આપણે આગળ વધવાનું હોય છે અને બધા એ જ કરી રહ્યા છે, હું પણ પ્રયત્ન કરી રહી છું.