એશ્વર્યા રાય બચ્ચન ઘણા લાંબા સમયથી હિન્દી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળી રહી છે. તેની છેલ્લી ફિલ્મ ફન્ને ખાં ૨૦૧૮માં આવી હતી. આવી સ્થિતિમાં તેના ફેન્સ ફરીથી તેને પરદા પર જોવાની રાહ જોઇ રહ્યા છે. એશના ફેન્સ માટે એક ગુડ ન્યુઝ છે. તે મણીરત્નમ સાથે એક ફિલ્મ કરી રહી છે.
આ ફિલ્મમાં તે ડબલ રોલમાં જોવા મળશે. તાજેતરમાં જ એશ્વર્યાએ એક ઇવેન્ટમાં આ પ્રોજેક્ટ વિશે વાત કરી હતી. એશ્વર્યા રાય ‘મલેફિશન્ટ: મિસ્ટ્રેસ ઓફ ઈવિલ’માં જોવા મળશે. એશ્વર્યાએ તેના ટ્રેલર લોન્ચિંગ પ્રસંગે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે ડિરેક્ટર મણિ રત્નમને તેમના ‘ગુરુ’ ગણાવ્યા હતા. સાથે જણાવ્યું હતું કે તે દેશના શ્રેષ્ઠ નિર્દેશકોમાંના એક છે.
મને કરિયરની શરૂઆતમાં અને ત્યારબાદ પણ તેમની સાથે કામ કરવાનો ચાન્સ મળ્યો હતો. મારા માટે તેમને ‘હા’ કહેવું ખૂબ જ સરળ છે. એશ્વર્યા અને મણિરત્નમ સાથે ‘ગુરુ’ અને ‘રાવણ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે.