વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે. તેમના શપથગ્રહણ કાર્યક્રમમાં દેશ-વિદેશના મહેમાનો ભાગ લેવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે કુલ 8 હજાર વિશેષ અતિથિઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ મહેમાનોમાં નરેન્દ્ર મોદી અને નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપનારા વિશેષ મહેમાનોમાં દક્ષિણ રેલવેના ચેન્નાઈ ડિવિઝનના વરિષ્ઠ સહાયક લોકો પાઈલટ ઐશ્વર્યા એસ મેનનનો સમાવેશ થાય છે.
તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા એસ મેનન વંદે ભારત ટ્રેન તેમજ જન શતાબ્દી જેવી વિવિધ ટ્રેનોમાં લોકો પાઈલટ તરીકે કામ કરી ચૂકી છે. ઐશ્વર્યાએ ચેન્નાઈ-વિજયવાડા અને ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત એક્સપ્રેસ સેવાઓની શરૂઆતથી જ લોકો પાઈલટ તરીકે કામ કર્યું છે. ઐશ્વર્યા એક તેજસ્વી લોકો પાઈલટ છે જેણે તેની ચપળ ચોકસાઈ, સતર્કતા અને રેલવે સિગ્નલિંગના ઊંડાણપૂર્વકના જ્ઞાન માટે વરિષ્ઠ અધિકારીઓ તરફથી પ્રશંસા મેળવી છે.
એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ સુરેખા યાદવ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. તેઓ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-સોલાપુરથી વંદે ભારત ટ્રેલનું સંચાલન કરે છે. PM મોદીના શપથ ગ્રહણ સમારોહમાં કુલ 10 લોકો પાયલોટ ભાગ લઈ રહ્યા છે. સુરેખા યાદવ 1988માં ભારતની પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર બની હતી અને સેમી-હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ મહિલા લોકો પાઈલટ પણ હતી. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર કામ કરતા સેનિટેશન વર્કર્સ, ટ્રાન્સજેન્ડર અને મજૂરો પણ નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં ખાસ મહેમાનોમાં સામેલ થશે.