બોલીવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને તેની આઠ વર્ષની દિકરી આરાધ્યા બચ્ચને કોરોનાને મ્હાત આપી છે. એશ્વર્યા અને આરાધ્યા બંનેનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ મુંબઈ નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઘણા દિવસો પછી બચ્ચન પરિવારમાંથી સારા સમાચાર સામે આવ્યા છે. પરંતુ હજુ એ નક્કી નથી કે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને હોસ્પિટલમાંથી ક્યારે રજા આપવામાં આવશે.
(File Pic)
મળતી માહિતી મુજબ, બચ્ચન પરિવારની વહુ અને અભિનેત્રી એશ્વર્યારાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યા બચ્ચન નાણાવટી હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઇ ગયા છે. કોરોના પોઝિટિવ થયાના 5 દિવસ બાદ એશ્વર્યા અને આરાધ્યા નાણાવટી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમને 10 દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આપને જણાવી દઇએ કે, 11 જુલાના અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ 12 જુલાઇના એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે હજી અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેમને હોસ્પિટલમાંથી ક્યારે રજા આપવામાં આવશે તે અંગે હાલ કોઈ અહેવાલ સામે આવ્યા નથી.