લોકડાઉનની સૌથી ગંભીર અસર જો કોઈ સેક્ટરને થઈ હોય તો તે છે એરલાઈન્સને. આર્થિક સંકટ સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝુમી રહેલી એરલાઈન કંપનીઓ પોતાના ખરચા ઘટાડવા નવા નવા ઉપાયો અજમાવી રહી છે.
(File Pic)
હવે ભારતની એર ઈન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયા પોતાના કર્મચારીને ૬ મહિનાથી લઈને ૬૦ મહિના સુધી “લીવ વિથ આઉટ પે” પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે એર ઇન્ડિયાને બોર્ડની મંજુરી મળી ગઈ છે. બોર્ડના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટરે ઘણા કર્મચારીઓને પાંચ વર્ષ સુધી રજા પણ મોકલવાની અરજીને પરવાનગી આપી દીધી છે.
(File Pic)
આ યોજના અંતર્ગત એર ઇન્ડિયાના કર્મચારીઓને ૬ મહિનાની લીવ વિથ આઉટ પે પર મોકલ્યા બાદ આ સમયગાળો ૬૦ મહિના સુધી એટલે કે ૫ વર્ષ સુધી વધારવામાં આવી શકે છે. સત્તાવાર આદેશમાં કહેવામાં આવ્યું છે કે, એર ઇન્ડિયાના સીએમડી રાજીવ બંસલ હવે કર્મચારીઓને છ મહિનાથી લઈને બે વર્ષ સુધી રજા પર મોકલી શકે છે, જેને પાંચ વર્ષ સુધી વધારવામાં પણ આવી શકે છે.