કોરોના વાયરસના વધતા ચેપના કારણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને સાત મેથી શરૂ કરવામાં આવેલા વંદે ભારત મિશન અંતર્ગત 5.30 લાખથી વધુ ભારતીયો વતન પરત લાવવામાં આવ્યા છે. હવે આ અભિયાનમાં ભારત સરકાર અમેરિકામાં ફસાયેલા ભારતીયો માટે ફ્લાઇટ્સનું સંચાલન શરૂ કરશે.
(File Pic)
કોરોના વાયરસ સંક્રમણ અને લોકડાઉનના કારણે અમેરિકામા ફસાયેલા ભારતીયને દેશ પરત લાવવા માટે એર ઇન્ડિયા 11થી 19 જુલાઇ વચ્ચે 36 ઉડ્યનો સંચાલિત કરશે. તેન માટે બુકિંગ એર ઇન્ડિયાની વેબસાઇટ પર 6 જુલાઇ પર રાત્રે 8 વાગ્યાથી શરુ કરવામાં આવ્યું છે.
એર ઇન્ડિયાએ ટ્વીટ કરીને અમેરિકાનાં ન્યૂયોર્ક, શિકાગો અને સાન ફ્રાંસિસ્કો જેવા શહેરો માટે ટિકિટ બુકિંગનો સમય પણ જણાવ્યો છે. કોરોના મહામારી દરમિયાન વિદેશથી ભારતીયોને લાવવા માટે વંદે માતરમ મિશનનો ચોથો ફેઝ ચાલુ થઇ રહ્યો છે. તેના માટે એર ઇન્ડિયા અને ખાનગી પ્રાઇવેટ કંપનીઓને ઉડાન માટેની પરવાનગી આપવામાં આવી છે.
મહત્વનું છે કે વંદે ભારત અભિયાન અંતર્ગત 137 દેશોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે વિદેશ મંત્રાલય પ્રમાણે શરૂમાં માત્ર બે લાખ ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું લક્ષ્ય હતું પરંતુ આટલી મોટી સંખ્યાને જોતા આ મોટી ઉપલબ્ધિ છે. જેથી હવે ચોથા ફેઝ અંતર્ગત એર ઈન્ડિયાએ પણ ટિકિટ બુકિંગ શરુ કર્યુ છે.