આજે સાંજ થતાની સાંજે જ અમદાવાદની સરદાર પટેલ સ્ટેડિયમ ચોકીમાં પોલીસ જવાનોએ દારૂની મહેફીલયોજી હતી. શહેરની સરદાર પટેલ સ્ટેડિયમ ટ્રાફિક પોલીસ ચોકીમાં ખુલ્લેઆમ પોલીસ કર્મચારીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા. પોલીસ ચોકીમાં દારુની બોટલ સાથે પોલીસ કર્મચારીઓ હાથમાં જામ લઇ પાર્ટી કરતા ઝડપાયા હતા. આ સાથે પોલીસ ચોકીમાંથી દારુની બોટલ ઝડપાઈ હતી. સાથે જ પોલીસ કર્મચારીઓ ચખના અને દારૂની બોટ પોલીસ ચોકીના ટેબલ પર જ સજાવાની પાર્ટી કરી રહ્યા હતા.
જેમ આ પોલીસ ચોકી નહીં પણ દારૂનો કોઇ અડ્ડો હોય.જોકે શહેરની સરદાર પટેલ સ્ટેડિયમ ચોકીમાં દારૂની મહેફીલની જાણકારી મળતા જ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે દારુબંધીના કાયદાનો ભંગ કરનારા પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહીના આદેશ આપ્યા છે. ત્યાં જ દારૂની મહેફીલ કરનારા ટીઆરબી જવાનો સામે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી છે.