ગુજરાતનાં શહેરોમાં આગની ઘટનાઓએ હાહાકાર મચાવ્યો છે. આગ લાગવા પાછળ ઘણા બધા પરિબળો કામ કરતાં હોય છે. પણ શોર્ટ સર્કિટના કારણે આગના બનાવોની સંખ્યા સૌથી વધુ હોય છે, ત્યારે અમદાવાદના (Ahmedabad) વિશાલામાં રમકડાના ગોડાઉનમાં આગ લાગતાં આજુબાજુના લોકોમાં અફરાતફરી મચી ગાયના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદનાં વિશાલા વિસ્તારમાં આવેલા રમકડાના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી છે. અચાનક ભીષણ આગ લાગતાં આજુબાજુના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તથા ઘટનાને લઈ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. અને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. આગને કાબૂમાં લેવા મથી રહેલા ફાયર કર્મચારીઓ પૈકી ત્રણ ફાયર કર્મચારીઓ દાઝી ગયા હતા. દાઝી ગયેલા ફાયર કર્મચારીઓને તાત્કાલીક ધોરણે સારવાર માટે અમદાવાદની SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારે સુરેન્દ્રનગરના (Surendranagar) ધ્રાગંદ્રામાં રાજકમલ ચોકમાં આવેલી 15 થી વધુ દુકાનોમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે, આજુબાજુના લોકોમાં આગને લઈ અફરાતફરી મચી ગઈ હતી.