અમદાવાદ શહેરમા આવેલી કેટલીક સ્કુલોને ઘમકી ભર્યા મેઈલ મળેલા છે તે બાબતે ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ, એસ.ઓ.જી. અને અમદાવાદ પોલીસ આ બાબતે ગંભીરતા દાખવી પોલીસે તાત્કાલીક ઘમકી ભર્યા મેઈલ મળેલ સ્કુલોનુ બી.ડી.ડી.એસ. ચેકીંગ, ડોગ સ્કોડ દ્વારા સ્કુલોનુ ચેકીંગ કરવામા આવેલ છે ત્યાંથી કોઈ પણ પ્રકારની શંકાસ્પદ કે અન્ય કોઈ વિસ્ફોટક જણાઈ આવેલ નથી તેમજ તે વિસ્તારમા પોલીસ પેટ્રોલીંગ કરવામા આવી રહ્યુ છે ક્રાઈમ બ્રાન્ચ ની વિવિઘ ટીમો ટેકનીકલ ઈન્વેસ્ટીગેશન દ્વારા તપાસ ચાલુ છે અમદાવાદ પોલીસ દ્વારા સ્કુલોને મળેલ ઘમકી ભર્યા મેઈલ ને ગંભીરતા પુર્વક તપાસ કરવામા આવી રહી છે.
અમદાવાદ પોલીસ દ્વારા અપીલ કરવામા આવે છે કે “કોઈએ આ બાબતે ગભરાવવાની જરુર નથી, કોઈ પણ પ્રકારની અફવાઓ સોસીયલ મીડીયા પર આવતા ખોટા મેસેજોથી દુર રહેવુ, શાંતી રાખવી અને સાવધાન રહેવુ.
સ્કુલોની વિગત :
(૧) આર.બી. કેન્ટોન્મેન્ટ એ.પી.એસ. સ્કુલ, શાહીબાગ
(૨) કેન્દ્રીય વિઘ્યાલય , ઓ.એન.જી.સી. ચાંદખેડા
(૩) ન્યુ નોબલ સ્કુલ, વ્યાસવાડી, કઠવાડા નરોડા
(૪) કેન્દ્રીય વિઘ્યાલય, સાબરમતી,
(૫) ગ્રીનલોન્સ સ્કુલ, જેઠાભાઈની વાવ પાસે, વટવા
(૬) મહારાજા અગ્રસેન વિઘ્યાલય, મેમનગર
(૭) આનંદ નિકેતન સ્કુલ, સેટેલાઈટ
(૮) એશીયા ઈન્ગલીશ સ્કુલ વસ્ત્રાપુર
(૯) કેલોરેક્ષ સ્કુલ, ઘાટલોડીયા
(૧૦) કુમકુમ વિઘ્યાલય , આવકાર હોલની બાજુમા ઘોડાસર