રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા પોતાના ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેવામાં આવી છે. હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમાં સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા, જામનગર મહાનગરપાલિકાઓ માટેના નામ જાહેર કરવામાં આવ્યા છે.
જોકે, આ નામોમાં અમદાવાદ કોર્પોરેશન ચૂંટણી માટેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં નથી આવ્યા, તે નામ આગામી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જોકે ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસમાં વિરોધનો વંટોળ જોવા મળ્યો છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર થતાં કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. વોર્ડ 17માં સીટીંગ કોર્પોરેટર ધીરુ લાઠીયાના નામનો વિરોધ કર્યો. યોગી ચોકમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કર્યાં હતા. તેમના સ્થાને ઉમેદવાર બદલવા માંગણીને લઇને સૂત્રોચ્ચાર કર્યાં. કોંગ્રેસ દ્વારા સુરત મનપાના 19 વોર્ડના 52 ઉમેદવારો જાહેર કર્યાં છે.
કોંગ્રેસ દ્વારા મનપાની યાદી જાહેર કરાયા બાદ પક્ષમાં કકળાટ જોવા મળી રહ્યો છે. શહેર મનપાના ઉમેદવારોનું કોકડૂં ગૂંચવાયું છે. લાખા ભરવાડે અગાઉ હારી ચૂકેલા પુત્ર માટે ટિકિટની જીદ કરી. ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડવાલા, શૈલેષ પરમા જીદે ચડ્યાં છે. ગ્યાસુદ્દીન શેખે જનરલ બેઠક પર બક્ષીપંચ ઉમેદવાર માટે ટિકિટ માંગી છે. શહેર પ્રમુખ શશીકાંત પટેલે પોતાના ઉમેદવારો માટે ટિકિટ માગી છે. પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ પોતાના માણસો માટે ટિકિટ માગી છે.