વિશ્વનું પ્રસિદ્ધ અને સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા સ્ટેડિયમનું વિધિવત રીતે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ કરવામાં આવ્યું છે. અને હાલ એ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તરીકે ઓળખાય છે.
અમદાવાદના મોટેરા સ્ટેડિયમ બાદ ગુજરાતની વધુ ઈમારત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ જોડાય તો નવાઈ નહિ. વડનગર નગરપાલિકાનું નામ બદલવાની માંગ ઉઠી છે.
વડનગર નગરપાલિકાનુ નામ બદલીને નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સેવાસદન કરવા માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોટેરા સ્ટેડિયમનું નામકરણ થયા પછી હવે પીએમના હોમ ટાઉન વડનગરના મામલતદાર કચેરીમાં અંદાજીત 12થી વધુ અરજદારોએ અરજી કરી છે. વડનગર એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતન. તેમનુ બાળપણ અહી વિત્યું છે. અહી તેમની અનેક યાદો આવેલી છે. તેથી જ વડનગર નગરપાલિકાનું નામ નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સેવાસદન કરવા માંગ કરાઈ છે. આ માટે વડનગરવાસીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સેવાસદન સાથે નરેન્દ્ર મોદીનું નામ જોડવા માંગ કરી છે. આ સાથે જ વડનગર પુસ્તકાલય પાસે આવેલા ચોકને નરેન્દ્ર મોદી ચોક આપવા પણ માંગ કરાઈ છે.