કોરોના મહામારીનો પ્રકોપ ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જોવા મળી રહ્યો છે. હાલ વાયરસના પ્રકોપને જોતા ઘણા દેશો કોરોનાની વેક્સિન બનાવવામાં લાગ્યા છે તો બ્રિટેન, રશિયાએ કોરોનાની રસી પણ તૈયાર કરી હોવાની વિગત સામે આવી છે.
ત્યારે ભારતમાં પણ ફાઇઝર અને સીરમ બાદ હવે ત્રીજી કંપનીએ વેક્સિનની ઇમરજન્સી એપ્રુવલ માટેની મંજૂરી માંગી છે. મળતી માહિતી મુજબ, હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે તેની સ્વદેશી કોરોના વેક્સિન ‘કોવાક્સિન’ ના તાત્કાલિક ઉપયોગ માટે DCGI ની મંજૂરી માંગી છે. ICMR ના સહયોગથી ભારત બાયોટેક દ્વારા કોવાક્સિન રસી સ્વદેશી રીતે બનાવવામાં આવી રહી છે. 4 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આશા વ્યક્ત કરી હતી કે કોવિડ -19 ની રસી થોડા અઠવાડિયામાં તૈયાર થઈ શકે છે.
નોંધનીય છે કે આ અગાઉ અમેરિકન કંપની ફાઈઝર અને પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ ઇમરજન્સી એપ્રૂવલ માટે સરકારની સામે મંજૂરી માટે એપ્લાય કરી ચૂકી છે.