કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય દ્વારા 15 ઓક્ટોબરથી દેશમાં એસઓપી સાથે સ્કૂલો-કોલેજો ખોલવા મંજૂરી આપવામા આવી છે અને કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયે પણ મંજૂરી આપી દીધી છે. જોકે ગુજરાતમાં કોરોનાના કહેરને જોતા 15મીથી સ્કૂલો નહી ખુલે.
વિજય રૂપાણી સરકાર હાલની સ્થિતિમાં સ્કૂલો ન ખોલવા મક્કમ છે, જેથી દિવાળી બાદ સ્કૂલો ખોલવામાં આવે તેવી શક્યતા છે. દેશમાં 15મીથી સ્કૂલો,કોચિંગ ક્લાસીસો-શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની મંજૂરી આપવા સાથે કેન્દ્ર સરકારે વિગતવાર એસઓપી જાહેર કરી છે. જે મુજબ કડક પાલન કરવાનું રહેશે.
કેન્દ્ર સરકારે છુટ આપી દીધી છે પરંતુ ગુજરાત સરકાર હજુ પણ સ્કૂલો ન ખોલવા મક્કમ છે. રાજ્ય સરકારના મતે શિક્ષણ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા વધુ મહત્વની છે. જેથી 15મી ઓક્ટોબરથી ગુજરાતમાં સ્કૂલો-કોલેજો નહી ખોલવામા આવે. તો બીજીબાજુ ધોરણ 10 અને ધોરણણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓનું શિક્ષણ સ્કૂલો બંધ હોવાથી બગડી રહ્યું છે અને તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મળી શકતુ નથી. જેના પગલે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ સોશિયલ ડિસ્ટન્સિગ સાથે સ્કૂલો ખોલી દેવાની તરફેણમાં છે.