ગુજરાતી ફિલ્મો અને આલ્બમની સાથે સાથે હિન્દી ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો જાદુ પાથરનાર જાણીતી અભિનેત્રી ઉષા ભાટિયાએ પોતાના દીકરાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો.
દીકરા શ્લોકના 15માં જન્મદિવસ નિમિત્તે ઉષા ભાટીયા તેની હોસ્ટેલ પહોંચી હતી. જ્યાં પોતાના દીકરા સાથે તેણે સમય વીતાવી જન્મદિવસની ઉજવણી કરી હતી. શ્લોકનો જન્મ 26 ફેબ્રુઆરી 2006માં થયો હતો.
હાલ તે મહેસાણામાં આવેલ ડીપીએસ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યો છે. જ્યાં તે હોસ્ટેલમાં જ રહીને પોતાનો અભ્યાસ કરતો હોવાથી ઉષા ભાટીયા જન્મદિવસ પર હોસ્ટેલ પહોંચી હતી.
જ્યાં શ્લોકે પોતાની માતા ઉષા ભાટીયા સાથે ભવ્ય કેક કાપીને જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમિયાન કેટલાક હોસ્ટેલના સ્ટાફ તેમજ શ્લોકના ખાસ મિત્રો પણ હાજર રહ્યા હતા.