બોલિવૂડ એક્ટ્રેસ તથા આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને હાલમાં જ લગ્ન-સંસ્થાને એક નિવેદન આપ્યું હતું. સોની રાઝદાને કહ્યું હતું કે સ્ત્રીઓ આર્થિક રીતે વધુ સદ્ધર બનતા ડિવોર્સના બનાવો વધી રહ્યાં છે. સોની રાઝદાને વેબ સીરિઝ ‘આઉટ ઓફ લવ’માં કેમિયો કર્યો હતો અને તેના સંદર્ભે તેણે ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી. સોની રાઝદાને વિશ્વાસઘાત પર કહ્યું હતું કે તે આ સબ્જેક્ટને અલગ દ્રષ્ટિકોણથી જુએ છે………..
સોની રાઝદાને પોતાના શો ‘આઉટ ઓફ લવ’ને લઈ વાત કરતાં કહ્યું હતું કે આ સીરિઝમાં વિશ્વાસઘાત પર વાત કરવામાં આવી છે અને તે કેવી રીતે બે વ્યક્તિઓના બોન્ડિંગ પર અસર કરે છે. આજે મહિલાઓ આર્થિક રીતે વધુ સદ્ધર થઈ છે અને તેથી જ ડિવોર્સ થઈ રહ્યાં છે. તે ક્યારેય વિશ્વાસઘાત કે બેવફાઈની તરફેણ કરતી નથી પરંતુ તે માત્ર આ બાબતને ઉદ્દેશપૂર્ણ રીતે જુએ છે. ………વધુમાં સોની રાઝદાને કહ્યું હતું કે કોઈની સાથે વિશ્વાસઘાત કરવો સારી બાબત નથી પરંતુ આજે આ ઘણું જ સામાન્ય બની ગયું છે અને તેથી જ લગ્ન-સંસ્થામાં લોકોનો ભરોસો રહ્યો નથી.
આજથી 100 વર્ષ પહેલાં લગ્ન કરવાનો હેતુ અલગ હતો, જે આજે રહ્યો નથી. આજે સ્ત્રીઓને સહજતાથી અવગણી શકાય નહીં. આજે લોકો પાસે લગ્ન કરવાનું કોઈ કારણ રહ્યું નથી. કોઈ બાબત તો જ ટકી રહે જો તેને સમાનતાની ભાવનાથી કરવામાં આવે.