ઓટો એક્સપો 2023 ગ્રેટર નોઈડામાં ગોલ્ફ કોર્સની પાસે ઈન્ડિયા એક્સપો માર્ટમાં શરૂ થઇ ગયો છે. 16મી આવૃત્તિનું આયોજન ‘ધ મોટર શો’ નામથી કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર મારુતિ છે. મારુતિએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV કોન્સેપ્ટ EVXનું લોન્ચ કરી છે.
Auto Expo 2023 આજથી એટલે કે 11મી જાન્યુઆરીથી શરૂ થયો છે. ફેમસ એક્ટર શાહરૂખ ખાને પ્રથમ દિવસે એક્સપોમાં ભાગ લીધો હતો. તેમણે હ્યુન્ડાઈ કંપનીની ઈવી કારના લોન્ચિંગમાં ભાગ લીધો હતો. Hyundaiએ આ ખાસ કારનું નામ Loniq 5 EV રાખ્યું છે. આ કારની કિંમત 44.95 લાખ રૂપિયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ખૂબ જ જલ્દી આ કારને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. Loniq 5 EV શાહરૂખ ખાને લોન્ચ કર્યું છે. કંપનીના અધિકારીએ જણાવ્યું કે આ કારને પાંચ કલર ઓપ્શનમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.
MG મોટર્સે વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક MPV લોન્ચ કરી છે. તેને MIFA-9 (Mifa-9) નામ આપવામાં આવ્યું છે. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર 4 સેકન્ડમાં 0 થી 100ની સ્પીડ પકડી લેશે. હાલની ગ્લોસ્ટર એસયુવીની સાથે તે MGની લાઇન-અપની સૌથી મોટી કાર છે. કંપનીએ કહ્યું છે કે તે એક જ ચાર્જમાં 500 કિલોમીટરથી વધુ ચાલશે.
તમને જણાવી દઈએ કે આ વખતે ઓટો એક્સપો 2023માં ઇલેક્ટ્રિક વાહનોનો દબદબો છે. મારુતિ સુઝુકીએ પોતાની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. આ સિવાય Kia, MG અને Tata પણ ઈલેક્ટ્રિક વાહનો પર વધુ ફોકસ કરી રહી છે.