બનાસકાંઠા જિલ્લાના થરાદની ખોડા ચેકપોસ્ટ પર જીપડાલું પલટી જતાં ખેડૂતનું મોત નીપજયું હતું. જ્યારે બેને ઈજાઑ પહોચી હતી. રાજસ્થાનના ખેડૂતો ખેત ઉપજ વેચવા આવતા હતા. રાજસ્થાનથી સોમવારે સવારે નીચે પટકાતાં મોત થયું હતું. જ્યારે ચાલક સહિત બે ખેડૂતોને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. રાજસ્થાનના ખેડૂતો સોમવારે સવારે થરાદ માર્કેટયાર્ડમાં જીરુ, ઇસબગુલ, એરંડા ભરીને આવી રહ્યા હતા.
દરમિયાના સાડા દસ વાગ્યાના સુમારે થરાદ-સાંચોર હાઇવે રોડ પર દર્શન હોટલ અને ખોડા પોલીસચોકી વચ્ચે જઇ રહેલા પીકઅપ ડાલાના ચાલક જેઠારામ ફુસારામ ચૌધરીએ અચાનક બ્રેક મારતાં કાબુ ગુમાવ્યો હતો. આથી જીપડાલું પલટી ખાઇ જતાં બોરીઓ પર બેઠેલા જીવારામ ઉકાજી રબારી (ઉં.50) પટકાતાં મોત થયું હતુ. જ્યારે જગમાલરામ પુનમારામ ચૌધરી અને જીપચાલક જેઠારામને ઇજા થઈ હતી.108માં સરકારી હોસ્પિટલમાં લવાયા હતા. જ્યાંથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે મૃતકના ભત્રીજા કાનારામ જેઠારામ રબારી એ જીપચાલક સામે ફરિયાદ નોંધાવી હતી.