બનાસકાંઠા જિલ્લામાં અવાર નવાર આકસ્માતના બનાવો બની રહ્યા છે. રોજે કોઈને કોઈ જગ્યાએ અકસ્માતના બનાવોસામે આવી રહ્યા છે. ખાસ કરીને ગફલત ભર્યા ડ્રાઇવિંગ ઓવર સ્પીડના કારણે મુખ્યત્વે અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ અવાર નવાર અકસ્માત સર્જાતા હોય છે, ત્યારે વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવીછે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પાંથાવાડા હાઈવે ઉપર અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે. ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
સ્ટેરીંગ કાબુ ગુમાવતા ગાડી પલટી મારી ખેતરમાંઘુસી જવા પામી હતી. અકસ્માતમાં ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોચતા ઘટનાસ્થળે ૧૦૮ પહોંચી હતી.અકસ્માત સર્જાતા પાકીટ ચોર દ્વારા ચોરીનો પ્રયાસ કરાયો હતો. સ્થાનિક લોકોએ પાકીટ ચોરને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા.