રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દેશનાસ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો વીરાંજલિ કાર્યક્રમ યોજાયો.પાટણ શહેરના પ્રગતિ મેદાન ખાતે હજારો નગરજનોની ઉપસ્થિતિમાં આ મલ્ટીમીડિયા શૉ થકી વતનના વીસરાયેલા વીરોનીવાત રજૂ કરવામાં આવી.પાટણની ઐતિહાસિક ધરા પરથી સૌપ્રથમ વીરાંજલિ કાર્યક્રમની શરૂઆત કરી ભારતના વીર સપૂતોની શહિદીની ગાથાની સાથે સાથે સાંપ્રત સમયમાં આપણે શું કરી શકીએ તેની વાત આ કાર્યક્રમ થકી કરવામાં આવી.
પ્રસિદ્ધ સાહિત્યકારશ્રી સાંઈરામ દવે અને તેમની ટીમના 100 જેટલા કલાકારો દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીના સમન્વયથી આજનાયુવાનોને ગમે તેવી ભવ્ય રજૂઆત દ્વારા ઝાંસીની રાણીથી લઈ ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરૂ સહિતના નામી-અનામીસ્વાતંત્ર્યવીરોની રાષ્ટ્રભાવનાની વાત રજૂ કરવામાં આવી. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ, જિલ્લાભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર,કે.સી.પટેલ, બળવંતસિંહ રાજપૂત, ગોવિંદભાઈ પટેલ, રણછોડભાઈ દેસાઈ, ભાવેશભાઈ પટેલ, કિશોરભાઈ મહેશ્વરી, જયરાજસિંહ પરમાર, મોહનભાઈ પટેલ સહિતના પદાધિકારી-અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પાટણના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.