ગરીબી અને અમીરોથી દૂર માનવતાના દર્શન કરાવતા એક વિડિયોએ લોકોને ઈમોશનલ કરી દીધા છે. આ હૃદયસ્પર્ધી વીડિયોને આઈએફએસ સુશાંત નંદાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમણે કેપ્શનમાં લખ્યુ છે કે ખિસ્સાથી ગરીબ પણ દીલથી સૌથી અમીર. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વૃદ્ધ બે કુતરાઓને બાળકોની જેમ ખાવાનુ આપી રહ્યો છે.
મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયા પર હાલ એક ઇમોશનલ વીડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે. આ વીડિયોમાં એક ભિખારી તેની પ્લેટમાં સ્ટ્રીટ ડોગ્સને ખાવાનું ખવડાવતા નજરે પડી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઇ શકો છો કે આ વ્યક્તિની પોતાની હાલત જ એટલી ખરાબ છે પરંતુ તે પોતાની ચિંતા કર્યા વગર રસ્તા પર રખડતા કૂતરાઓને ખાવાનું ખવ઼ડાવી રહ્યો છે. આ વીડિયો ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર સુશાંત નંદાએ તેમના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો છે. સાથે જ લખ્યું છે કે ખિસ્સાથી ગરીબ પણ દીલથી સૌથી અમીર… 17 સેકન્ડના આ વીડિયો જોઇને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે તેમજ વિડિયોમાં જોવા મળી રહેવ વૃદ્ધ વ્યક્તિના વખાણ કરી રહ્યા છે.
Poor by wealth…
Richest by heart 🙏 pic.twitter.com/OlMsYORNI2— Susanta Nanda (@susantananda3) July 16, 2020