કોરોના સામેની જંગમાં સુરતની ફોટોન કંપનીએ બેટરીવાળું 15 કિલો વજન ધરાવતું વેન્ટિલેટર તૈયાર કર્યું છે. મહત્વનુ છે કે, કોરોના વાયરસએ હાહાકાર મચાવી નાખ્યો છે. સમગ્ર વિશ્વને બાનમાં લઇ કોરોનાએ લાખોના જીવ લઈ લીધા છે. કોરોના સામેની જંગમાં હોસ્પિટલમાં વેન્ટિલેટરની અતિ મહત્વ જરૂર હોય છે. તેવા સંજોગોમાં સુરતની ફોટોન કંપની 15 કિલો વજન ધરાવતું અને બેટરીથી ચાર્જ કરી ત્રણ કલાક સુધી ચલાવી શકે તેઓ અદભુત આ વેન્ટિલેટર 230 volt ચલાવનારો વેન્ટિલેટર 35 હજાર રૂપિયાના ખર્ચે તૈયાર કરાયો છે.
હાલ કંપની દ્વારા પાંચ જેટલા વેન્ટિલેટર મશીન તૈયાર કર્યા છે. જો મેડિકલ એક વાર મળશે તો કંપની દિવસમાં 20 જેટલા વેન્ટિલેટર કરવાની તૈયારી દર્શાવી છે. આ મશીનની મેડિકલ ચકાસણી બાદ ડાયમંડ એસોસિએશન સંચાલિત હોસ્પિટલમાં ફાળવણી કરવામાં આવશે. કોરોના મહામારીએ વિશ્વને બાનમાં લીધું છે. અને સમગ્ર વિશ્વમાં ઝડપભેર ફરતો કોરોનાવાયરસ એ કારણે અત્યાર સુધીમાં લાખો લોકો જીવનને ગુમાવી ચૂક્યા છે અને લાખો લોકો હાલ સારવાર હેઠળ છે.