યુપીના ગોંડા જિલ્લામાં, સાંસદ બ્રિજ ભૂષણ શરણના પુત્ર અને કૈસરગંજ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ શરણ સિંહના કાફલામાં ચાલી રહેલા એક ફોર્ચ્યુનર વાહને બાઇક સવાર બે યુવાનોને કચડી નાખ્યા હતા. રોડ કિનારે ચાલી રહેલી એક મહિલાને પણ ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા અને મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. જેમને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
ઘટના બાદ ઘટનાસ્થળે ભારે તંગદિલી સર્જાઈ હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ન લેવા પર મક્કમ રહેતા લોકો સાથે પોલીસ પ્રશાસન વિરૂદ્ધ સૂત્રોચ્ચાર, ટ્રાફિક જામ અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ભારે જહેમત અને સમજાવટ બાદ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જે બાદ સ્થળ પર પાર્ક કરેલી ફોર્ચ્યુનર કારને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ મોટી સંખ્યામાં પહોંચી હતી અને લોકોને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. એસપી વિનીત જયસ્વાલે કહ્યું કે મૃતકના સંબંધીઓની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કાર કબજે કરી છે અને ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વાહનોનો કાફલો જેમાં કૈસરગંજ ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ સિંહ હાજર હતા તે સામે આવી રહ્યો છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. લોકોની આક્રમક સ્થિતિ જોઈને અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ, અધિક પોલીસ અધિક્ષક, પોલીસ એરિયા ઓફિસર, નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ, તહસીલદાર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને ગુસ્સે થયેલા લોકોને કોઈક રીતે શાંત પાડ્યા. આ બનાવની ફરિયાદ મૃતક યુવકના સગા પૈકીની મહિલા ચંદા બેગમે પોલીસ સ્ટેશનમાં આપી છે. જેમાં ફોર્ચ્યુનર વાહન નંબર UP 32 HW 1800 સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એવું કહેવાય છે કે ડ્રાઇવરે બેદરકારીપૂર્વક વાહન ચલાવતા રોડની જમણી બાજુએ આવીને બાઇકને ટક્કર મારી હતી. જેમાં બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.
आज दिनांक 29/05/24 को थानाक्षेत्र कर्नलगंज में फॉर्च्यूनर कार की मोटरसाइकिल से हुई दुर्घटना के संबंध में अपर पुलिस अधीक्षक गोण्डा पश्चिमी की बाइट- pic.twitter.com/7b3TMj8TKW
— Gonda Police (@gondapolice) May 29, 2024
ઈન્સપેક્ટર ઈન્ચાર્જ નિર્ભય નારાયણ સિંહનું કહેવું છે કે ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવી રહ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. અકસ્માત કરનાર વાહન કબજે લેવામાં આવ્યું છે.