સુરત શહેરમાં જાગૃતતા લાવવા માટે રસ્તા ઉપર પેઇન્ટિંગ કરી લોકો સુધી મેસેજ જાય એના માટે ઉધના દરવાજા પર પેન્ટિંગ પાડવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. જે બાદ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ કોરોના વાયરસના કારણે અનેક લોકોના મોત થયા છે. તેમજ અનેક લોકો સારવાર હેઠળ છે.
જે બાદ લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેમ છતાં લોકો કઈકને કઈક બહાન કાઢીને બહાર નીકળી રહ્યા છે. તેમજ સરકાર દ્વારા થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે. એનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે. લોકો બેફામ રોડ રસ્તાઓ પણ રખડી રહ્યા છે. અને પૂછવામાં આવે તો કોઈને કોઈ બહાનું બતાવે છે. જેથી સુરત શહેરમાં જાગૃતતા લાવવા માટે રસ્તા ઉપર પેઇન્ટિંગ કરી લોકો સુધી મેસેજ જાય એના માટે ઉધના દરવાજા પર પેન્ટિંગ પાડવામાં આવી છે. જેથી લોકો પરિસ્થિતિની ગંભીરતાને સમજે.