ઝાલોદના અનવરપુરા ગામેથી રાત્રીના સમયે પોલીસે પ્રતિબંધિત મિરાજ તમ્બાકુ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. મહત્વનુ છે કે, વૈશ્વિક મહામારી વચ્ચે લોકડાઉનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. તેમજ કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્રારા ટ્રકોને જીવન જરૂરિયાત મુજબની અને આવશ્યક ચીજ વસ્તુઓ લોકોને મળી રહે તેવા આશય સાથે રાજ્યોમાંથી અન્ય રાજ્યોમાં અને અન્ય જિલ્લાઓમા પૂરતો જથ્થો મોકલવા માટે ટ્રકોને મંજૂરી આપવામાં આવી છે. તેવા સમયે ટ્રક ચાલકોઆનો ગેરલાભ ઉઠાવી અનઆવશ્યક અને પ્રતિબંધિત ચીજ વસ્તુઓને ભરીને લાવવામાં આવી રહી છે.
તેવા કેટલાક બનાવો દિન પ્રતિદિન બની રહ્યા છે. તેવો જ એક બનાવ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અનવરપુરા ગામે રાત્રીના સમયે બનવા પામ્યો છે. જોકે નજીકમાં જ રાજસ્થાન રાજ્યની બોર્ડર આવેલી હોવાના કારણે કોરોના વાઈરસની મહામારીને નાથવા માટે પોલીસ દ્રારા આખી બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે અને કેન્દ્રીય પરિવહન મંત્રાલયના આદેશો મુજબ જીવન જરૂરિયાત મુજબના સામાનની હેરફેર કરવા માટે માત્ર ટ્રકોની અવર જવર ચાલુ રાખવામાં આવી છે.