સમગ્ર દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન વધારવામાં આવ્યું છે સાથે સાથે લોકડાઉનના કારણે બજારો બંધ હોવાથી અનેક લોકના વેપાર ધંધા ઠપ થઈ ગયા છે અને મોટા પાયે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
ત્યારે રાજસ્થાનના જયપુરમાં છેલ્લા 25 વર્ષથી સોના-ચાંદીનો વેપાર કરતા ઝવેરીએ લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હવે આભૂષણો અને સોના-ચાંદીના ઘરેણાનો વેપાર સાઈડમાં મૂકીને શાકભાજી વેચવાનું શરુ કર્યું છે.
હુકુમચંદ સોની નામના વેપારીએ પોતાની આભૂષણથી છવાયેલ રહેતી એમની દુકાનના કાઉન્ટર પર અત્યારે લીલાં શાકભાજી ગોઠવી દીધા છે, જ્યારે જ્વેલરી તોલતા વજનકાંટા પર ડુંગળી- બટાકા તોલાઇ રહ્યા છે.
જયપુરના રામનગરમાં આવેલી દુકાન જીપી જ્વેલરી શોપના માલિક હુકુમચંદ સોનીએ હવે એમની દુકાને રોજેરોજ શાક ખરીદવા આવતા નવા ગ્રાહકોને આવકારવા માટે વ્યવસાયમાં ધરખમ પરિવર્તન અપનાવી લીધું છે..
હુકુમચંદે જણાવ્યું કે મારી સોનીની દુકાન કંઇ મોટી નહોતી પરંતુ એમાંથી ઘરનું ગુજરાન થઇ રહેતું. જ્યારે ૨૫ માર્ચે લોકડાઉનનો આરંભ થતાં બિન-આવશ્યક ચીજોની દુકાનો બંધ કરવાનો હુક્મ થતાં વેપારીએ થોડા અઠવાડીયા સુધી કામ -ધંધા વિનાના વગર બેસીને દિવસો પસાર કર્યા, પરંતુ હવે ઘર ચલાવવા માટે ઉપલબ્ધ વિકલ્પોમાંથી કોઇ રસ્તો સ્વીકારી લેવો પડે એમ હોવાથી મેં શાકભાજી વેચવાનું શરૂ કર્યુ છે