રાજ્યમાં દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો જાય છે. જેમાં કેટલા અકસ્માત તો જીવલેણ શાબિત થાય છે. વાહનની ગતિના કારણે શહેરમાં થતા અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરવા માટે અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં તો વાહનોની ગતી પણ નિયંત્રિત કરવામાં આવી છે. વાહન ચાલકો વાહનની ગતિના નિયમનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા વાહન ચાલકો પર શહેરમાં લાગેલા CCTV કેમેરાની મદદથી કંટ્રોલરૂમ પરથી નજર રાખવામાં આવી રહી છે. ત્યારે આણંદમાં એક કાર અકસ્માતનો કીસ્સો પ્રકાશમાં આવ્યો છે, તેમાં એક કાર વીજપોલ સાથે એવી રીતે અથડાઈ કે, થાંભલા અને દુકાન વચ્ચે બીડાઈ ગઈ.આણંદના મેફેર રોડ પર મોડી રાત્રે એક કારનો અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કોઈને પણ ઈજા થવા પામી નથી પરંતુ કારની જે હાલતમાં હતી તે જોવા માટે લોકોના ટોળા ઘટના સ્થળ પર ઉમટયા હતા. મોડી રાત્રે એક કાર ફૂલ સ્પીડમાં એક વીજ પોલ સાથે અથડાઈ હતી. કાર એટલી સ્પીડમાં હશે કે, વીજપોલને વાળીને કાર દુકાન, વીજપોલ અને લાઈટના થાંભલામાં ફીટ થઇ ગઈ હતી. કારના બે ટાયર શટર તરફ હતા અને બે ટાયર રસ્તા તરફ હતા. અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો અને વહેલી સવારે રસ્તા પરથી પસાર થતા લોકો જોવા એકઠા થયા હતા. કારને આવી રીતે ફસાયેલી જોઈએ લોકો પણ મુંજવણમાં મૂકાયા હતા કે, કારનો અકસ્માત થયો કેવી રીતે હશે. ઘટનાને પગલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -