દુનિયાભરમાં કોરોના મહામારીનો કેર યથાવત છે. બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનની દહેશત હજુ ઓછી નથી થઈ ત્યાં તો ભારતમાં પોસ્ટ કોવિડ પીરિયડમાં સામે આવેલી એક સાઈડ ઈફેક્ટે ડોક્ટરોને અચંબિત કરી દીધા છે. દેશમાં કોરોનાને માત આપીને સાજા થયેલા દર્દીઓમાં નવી બીમારીથી પીડિત થવાનો આ એક અનોખો મામલો સામે આવ્યો છે.
મહારાષ્ટ્રના ઔરંગાબાદના બજાજ નગરમાં રહેતી મહિલા છેલ્લા ઘણા સમયથી કમરના દુખાવાથી પીડીત હતી. જેથી તેણે આ અંગે તપાસ કરાવી હતી. ડોક્ટરોની તપાસમાં મહિલાના સમગ્ર શરીરમાં પસ એટલે કે પરુ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું.
ડોકટરોની તપાસમાં મહિલાના શરીરમાં કોરોનાની એંટીબૉડી પણ મળી હતી. ડોકટરોના જણાવ્યાં મુજબ આ કોરોનાથી ઠીક થયા બાદ નવું લક્ષણ છે મહિલાની અત્યાર સુધીમાં ત્રણ વખત સર્જી થઇ ચૂકી છે અને તેઓ હવે પુરી રીતે સ્વસ્થ છે. ઉલ્લેખનીય છે દુનિયામાં અત્યાર સુધી આ પ્રકારના માત્ર 7 કેસ સામે આવ્યાં છે જેમાં ભારતમાં આ પહેલી ઘટના છે.