અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ ધરતી માતાના મંદિર નજીક પહાડની ટોચે થી વહેતા પાણી થી સર્જાતો ધોધ જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહયા છે.પરંતુ આ સુનસરના ધોધે સેલ્ફી ખેંચવા ઉંચે ચડેલો એક યુવક પગ લપસી જતાં નીચે પટકાયો હતો.અને ઘવાયેલ આ શખ્શને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. જિલ્લામાં મોડે મોડે થયેલી મેઘ મહેરથી ચારેકોર વનરાજી ખીલી ઉઠી છે.લીલીછમ હરીયાળીથી મલકી ઉઠેલા ભિલોડા પંથકમાં આવેલ સુનસર નો ધોધ હજારો સહેલાણીઓની મુલાકાત થી ચર્ચા સ્થાને રહયો છે. આ ધોધ જોવા આવેલા એક સહેલાણી સેલ્ફી ખેંચવા ધોધની અધવચ્ચે પહોંચ્યો હતો.પરંતુ અચાનક આ 35 વર્ષિય યુવકનો પગ લપસી જતાં ઊંચાઈ એથી નીચે પટકાયેલ આ યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.પંથકમાં જાણીતા અને રોજબરોજ હજારો સહેલાણીઓ જયારે આ સુનસર ધોધ જોવા ઉમટી રહયા છે.ત્યારે આ સ્થળે જરૃરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરાય તેવી માંગ વર્તાઈ રહી છે.
You Might Also Like
- Advertisement -
Latest News
- Advertisement -