પશ્ચિમ કચ્છના મુખ્ય મથક એવા નખત્રાણા ને જોડતો રસ્તો નખત્રાણા કોટડા માર્ગ ઉપર કોટડા મફત નગર પાસે આવેલી નદીમાં વરસાદ પછી પણ પાણી વહી રહ્યા છે. આ પાપડી માં એક થી બે ફુટ મોટા ખાડા પડી ગયા છે જેના કારણે છેલ્લા ત્રણેક દિવસથી ત્રણ થી ચાર નાના મોટા અકસ્માત થયા છે. આ રસ્તો પ્રસિદ્ધ યાત્રાધામો ને જોડતો રસ્તો છે અને સાતમ-આઠમના તહેવારોને અનુલક્ષીને મોટી સંખ્યામાં બહાર વસતા પાટીદારો આવે છે. રસ્તાને પાર કરવો મુશ્કેલ બની ગયો છે બે વર્ષ અગાઉ જ્યારે નખત્રાણા પાટીદાર ભવન ખાતે રાજ્યકક્ષાનો લોક દરબાર ભરાયો હતો ત્યારે જે તે વખતના માર્ગ મંત્રી એ પાપડી ને અગત્ય ના ધોરણે પુલ બનાવવાનો માર્ગ મકાન વિભાગને આદેશ આપ્યો હતો. પરંતુ તંત્ર આનાથી અજાણ છે કાર્યપાલક ઇજનેર કે આર પટેલે જણાવ્યું હતું કે ત્યાં પૂલ બનાવવાની વાત પીડબલ્યુડી પાસે આવી નથી અને હાલે જ્યાં જા રોડ તૂટેલા છે ત્યાં પ્રથમ તે રોડમાંથી વાહન વ્યવહાર ચાલુ થાય તે કામને અગ્રતા આપવામાં આવી છે. અને જે આ કોટડા પાસે પાપડી માં ખાડા પડેલ છે તે સાતમ આઠમ પહેલા રીપેર કરાવવા માં આવશે. તેમ વિશેષમાં કાર્યપાલક ઇજનેર એ જણાવ્યું હતું. લોક દરબારમાં મંત્રી શ્રી જાહેરમાં તાત્કાલિક અગ્રતા ના ધોરણે પુલ બનાવવાની વાત કરી જાય છે, વચન આપી જાય છે પણ બાંધકામ વિભાગ પાસે આની કોઈ માહિતી જ નથી. લોકો કહી રહ્યા છે કે મંત્રીએ આપેલ વચન ને તંત્ર અમલમાં મુકતુ નથી અથવા બાંધકામ વિભાગ પાસે મંત્રીનો આદેશ પહોંચ્યો નથી. અથવા જે તે સમય ના અધિકારીઓએ મંત્રીના વચનને ગંભીરતાથી લીધું નથી. સત્ય જે હોય તે ફાઇલ અને લોકદરબાર ની નોઘ માં ગોતવું પડે પરંતુ હાલે રોડ પર પડેલા ખાડાને કારણે લોકો પરેશાન છે. વાહનચાલકો પરેશાન છે. અને હવે ભોગ જનતા બની રહી છે ત્યારે તંત્ર દ્વારા જલ્દીથી રસ્તા મા પડેલ ખાડાઓ રીપેર કરે જેથી કોઈનો જાન બચાવી શકાય અને વાહનચાલકો પ્રવાસીઓ હેરાન ન થાય.