ચાલુ વર્ષે વરસાદની ઋતુ ખૂબ સારી જઇ રહી છે સમગ્ર રાજ્ય માં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી લોકોને હચમચાવી દીધા હતા સમગ્ર રાજ્ય ના તમામ જળાશયો તેમજ તમામ ડેમ ભરાઈ જાવા પામ્યા છે બાદ મેઘરાજા એ વિરામ લીધો હતો.બાદ ચોમાસુ સિસ્ટમ ફરી સક્રિય થતા હવામાન વિભાગે બે દિવસ ગુજરાત ના કેટલાક વિસ્તારો માં સામાન્ય થી ભારે વરસાદ ની આગાહી કરી હતી જે સંદર્ભે રાજપીપળામાં વરસાદી માહોલ જામ્યો હતો અને વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી.
અત્રે એ ઉલ્લેખનીય છે કે ચાલુવર્ષે ગુજરાતની લાઈફલાઈન ગણાતો નર્મદા બંધ પણ તેની ઐતિહાસિક પાટીએ પોહચી જતા પાણી નો વિપુલ જથ્થો ઉપલબ્ધ છે જેથી સમગ્ર વર્ષ માં ખેતી તેમજ પીવાના પાણી ની ગુજરાત ને કોઈ મુશ્કેલી નહીં રહે તેવી આશા લોકો સેવી રહ્યા છે