ગત ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાનથી શરુ થયેલ કોરોના વાયરસની ઝપેટમાં આજે દુનિયાભરના આશરે તમામ દેશો આવી ચુક્યા છે. અમેરિકા, બ્રાઝિલ અને ભારત સહિત ઘણા દેશ આજે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં છે. આ વાયરસથી લડવા માટે વેક્સીન પર કામ પણ કરવામાં આવી રહ્યુ છે.
ઘરેથી બહાર નીકળવા પર સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવુ, માસ્ક લગાવવુ ફરજિયાત છે. ત્યારે ચીનના વાહુન શહેરમાંથી એક એવી તસવીરો સામે આવી છે જે સૌ કોઈને વિચારતા કરી દે તેવી છે.
વુહાનમાં આયોજિત કરવામાં આવેલ પુલ પાર્ટીની તસવીરો હાલ વાયરલ થઈ છે. સામે આવેલી તસવીરો એ જગ્યાની છે જ્યાં કોરોના વાઇરસની સૌથી પહેલા ઉત્પત્તિ થઈ હતી.
આ દૃશ્યો ચીનના શહેર વુહાનના છે. આ દુનિયાનું પહેલું શહેર હતું જ્યાં કોરોના વાઇરસના કારણે લૉકડાઉન લાગુ કરાયું હતું, અને આજે આટલા મહિનાઓ બાદ લોકો અહીં પુલ પાર્ટી કરતા જોવા મળ્યા હતા. જ્યાં માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું નામોનિશાન જોવા મળ્યુ નહીં લોકો બિન્દાસ્ત મ્યુઝિક સાથે પાર્ટી કરતા નજરે પડ્યા હતા.