દાહોદના તેમજ તેની આજીબાજુના ગામના વિદ્યાર્થીઓ માટે કલેકટર ડો. હર્ષિત ગોસાવીની પ્રેરણા અનેમાર્ગદર્શનમાં એકલવ્ય પ્રયાસ ઇનેશ્યેટીવનો પ્રારંભ કરાયો છે. જેમાં નીટ અને જેઈઇની પરીક્ષાનીતૈયારી માટે ૭૦ દિવસના ખાસ કોર્ષની શરૂઆત કરાય છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને ડીડીઓ સુશ્રીનેહા કુમારીએ જણાવ્યું છે કે દાહોદના સારામાં સારી ફેકલ્ટીના અનુભવી સ્પીકર્સ પણ હાજર રહશે અનેવિદ્યાર્થીઓને રીવીઝન કરાવવાનું કાર્ય કરશે. અઠવાડીયાના અંતે પરીક્ષાનુ પણ આયોજન કરવામાંઆવશે અને પુરા આભ્યાસક્રમના પાચ મોકટેસ્ટ પણ લેવામાં આવશે જેના લીધે વિદ્યાર્થીઓને પરીક્ષાનોભય દુર થશે.
તેમજ વેકેશન દરમ્યાન શુક્ર, શનિ અને રવિવારના રોજ ક્લાસ રાખવામાં આવશે અનેપરીક્ષાલક્ષી મર્ટીર્યલ્સ પણ અમારા તરફથી આપવામાં આવશે. અમારું મહત્વનું ધ્યાન નીટની પરીક્ષાતા.૧૭ જુલાઈ ઉપર રેહશે. જેના કોમન વિષયોનો લાભ જેઈઈના વિદ્યાર્થીઓ પણ લઇ શકશે. બાયોલોજી,કેમેસ્ટ્રી , અને ફિઝીક્સ તેમજ બીજા વિષયોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ તબક્કામાંકોચિંગ ૨૯ એપ્રિલ થી ૧૦ જુલાઈ સુધી અપાશે. જે વિદ્યાર્થીઓ માટે નિશુલ્ક છે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઇ શકે છે